[easy_ad_inject_1]
gujarat police logo2

Anti Human Trafficking Training Course – Gandhinagar

Anti Human Trafficking Training Course – Gandhinagar

Pressnote Released by IGP Office (Women Cell & Crime, CID Crime) Gujarat State, on the occasion of three day course for “Anti Human Trafficking Training of Trainers”.

પ્રેસનોટ

બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને સી. આઈ. ડી. ક્રાઈમના સહયોગથી ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે તા. 3,4,5 જાન્યુઆરી 2013 ના રોજ ત્રિદિવસીય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિષય પર ટ્રેનીંગનું આયોજન કરેલ છે. બાળકો અને મહિલાઓનું શોષણ આજે એક સામાજિક અને ગંભીર સમસ્યા બની ગયેલ છે. આ  ગુના કરવાવાળાને અટકાવવા માટે અને જરૂરી  કરી તાત્કાલિક કોર્ટમાં ચાર્જશીટ થાય એના માટે દરેક જીલ્લામાં ડીસ્ટ્રીકટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર્સ ને તૈયાર કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેર, મહેસાણા , સાબરકાંઠા તથા વેસ્ટર્ન રેલ્વે ના કુલ 135 પોલીસ અધિકારીઓ / કર્મચારીઓ હાજર રહેલા છે. જેનું ઉદ્ઘાટન સી. આઈ. ડી. ક્રાઈમ અને રેલ્વેઝના એડીશનલ ડી.જી.પી.  શ્રી પી.પી. પાન્ડેય સાહેબએ કરેલ। આ ત્રણ દિવસીય એન્ટી ટ્રાફિકિંગ કોર્ષમાં જુદા જુદા ડીપાર્ટમેન્ટ ના અને જુદા જુદા વિષયના એક્ષ્પર્ટ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. જેમાં શ્રી ગૌરાંગ જાની સોશ્યોલોજીસ્ટ, પ્રોફેસર શ્રી ક્રિષ્નપાલ  મલિક , કાયદા પ્રોફેસર શ્રી ભારત લખતરીયા, હ્યુમન રાઈટ એક્ટીવિષ્ટ શ્રી આર.આર. શુકલા , ફોરેન્સિક સાઈન્સના નીલેશ વાઘ સામેલ છે. વુમન એન્ડ ચાઈલ્ડ ડીપાર્ટમેન્ટ, લેબર ડીપાર્ટમેન્ટ,હેલ્થ ડીપાર્ટમેન્ટ,સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પવારમેન્ટ ડીપાર્ટમેન્ટ અને મહિલા સેલના તજજ્ઞ અધિકારીઓ સામેલ રહેશે.
બધા સરકારી વિભાગો અને એ।જી।ઓ। સાથે મળીને કામ કરે એવો એનો આશય છે.
( અનિલ પ્રથમ )
પોલીસ મહાનિરીક્ષક
મહિલા સેલ અને ક્રાઈમ,
સી.આઈ.ડી. ક્રાઈમ
ગુ.રા. ગાંધીનગર

About Gandhinagar Portal Admin

Check Also

gandhinagar police 49th birthday gandhinagar blood donation portal

Gandhinagar 49th Birthday Celebration by Gandhinagar Police

Gandhinagar Police Department celebrating Gandhinagar’s 49th Birthday by organizing Blood donation camp under “Suraksha Setu” …